ચોમાસામાં આકાશમાંથી અમૃત થઇ વરસતા આસમાની ટીપાઓને જો સંઘરવામાં આવે તો ક્યારેય પણ જળસંકટ ન આવે
દુનિયામાં આવનારા સમયમાં ભયાનક જળસંકટ આવવાની આગાહીઓ ક્યારની શરુ થઇ ચુકી છે.અસલમાં કુદરત તો આપણને ખોબલે ખોબલે આપે જ છે.પણ આપણને તે સ્ટોરેજ કરતા નથી આવડતું.આપણે દરિયામાં વહાવીને પછી રોદણાં રોતા રહીયે છીએ.
પરંતુ ચોમાસામાંઆકાશમાંથી અમૃત થઇ વરસતા આસમાની ટીપાઓને જો સંઘરવામાં આવે તો ક્યારેય પણ જળસંકટ ન આવે.પણ આપણને તો કોઈ મેનેજમેન્ટમાં રસ નથી.ફક્ત સરકારને જે તે ચીજો માટે જવાબદાર ઠેરવી ભરપેટ કોશવામાં જ આપણને રસ છે અને જાણે આપણી ફરજ પણ છે.ત્યારે પાણીના આ સુકાઈ રહેલા, ઘટતા જતા સ્ત્રોતોનું વિતરણ એકદમ અસંતુલિત છે. વધતી જતી વસ્તી અને ગરમ, શુષ્ક પ્રદેશોમાં વધતા જીવનધોરણ વચ્ચે, પાણી તેના માટે પૂરતું નથી-અને આબોહવા પરિવર્તન વસ્તુઓને વધુ ખરાબ કરી રહ્યું છે.ક્લાઉડ સીડિંગ અથવા આઇસબર્ગ હાર્વેસ્ટિંગ જેવા ઉકેલો છે, પરંતુ મોટા પાયે તેનો ઉપયોગ સાબિત થયો નથી.



