રાબડા ભાગવત કથામાં કૃષ્ણજન્મ ઉત્સવ ઉજવાયો
વલસાડ તાલુકાના રાબડા ગામે સાંઈ ધામમાં ચાલી રહેલી યુવા કથાકાર શ્રી કિશનભાઈ દવે ની ભાગવત કથામાં આજે કૃષ્ણજન્મ ઉત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.વામનજન્મ ઉત્સવ ના મનોરથી વંશ જીતુભાઇ પટેલ અને રામજન્મ ઉત્સવ ના મનોરથી શ્રી કમલેશભાઈ માસ્તર દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.કૃષ્ણજન્મ ના મનોરથી મીનાબેન સતિષભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા લાલાનું પારણું ઝુલાવામાં આવ્યું હતું.આજની કથામાં આચાર્ય શ્રી કેતનદાદા દવે (સુરત) અને વિપ્રવૃંદ ની પધરામણી થઈ હતી.કેતનદાદા એ આશીર્વચન આપ્યા હતા.
વ્યાસપીઠ પરથી યુવા કથાકાર કિશનભાઈ દવે એ ખૂબ જ ઉત્સાહ અને યુવા શૈલી માં પોતાની વાણી પીરસી સમસ્ત રાબડા ગામ તથા આજુબાજુ પંથક ના ભાવિકભક્તો ને ભક્તિમય બનાવી રહ્યા છે.આચાર્ય શ્રી માક્ષિતભાઈ રાજ્યગુરૂ અને કેવલ દવે દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.આજે કથા ના ચોથા દિવસે વામન જન્મ ઉત્સવમાં કૃણાલ (વામન) એ રામજન્મ ઉત્સવમાં હિરલ (રામ) , રોશની (સીતા) , ભૂમિ (લક્ષ્મણ) , વંશ (હનુમાન) એ કૃષ્ણજન્મ ઉત્સવમાં અંબુભાઈ (વસુદેવ) , કિશા (બાલકૃષ્ણ) દ્વારા આબેહૂબ પાત્રો ભજી પ્રસંગો ની ઉજવણી કરવામાં આવી હતી.સંગીતકારો ગુજરાત ના સુપ્રસિદ્ધ વાયોલિન વાદક ગૌરવ પટેલ, મહેન્દ્ર પટેલ, રાજન પટેલ, પ્રફુલ પટેલ દ્રારા ગરબાની રમઝટ બોલાવવામા આવી હતી.દરરોજ સાંજે ૫ કલાકે પિતૃ પૂજા થઈ રહી છે. મુખ્ય યજમાન શ્રી કમલેશભાઈ માસ્તર ના નિવાસસ્થાને ૫.૩૦ કલાકે ભાગવતજી નો દશાંશ યજ્ઞ થઈ રહ્યો છે.દરરોજ મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.
