પારડી માં ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
વલસાડ જિલ્લાના પારડીમાં ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
સ્વાધ્યાય મંડળ પારડી થી સવારે 9:00 કલાકે આરતી,બૌદ્ધિક અને પંડિતજી સાતવલે કરજીને ફૂલહાર
જય પરશુરામ ઓમ ઓમ નમઃ શિવાય
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા વલસાડ
તારીખ 23 . 4 . 2023 ને રવિવારે સવારે 9:00 થી 11 શ્રી ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળશે સાથે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે.
સ્વાધ્યાય મંડળ પારડી થી સવારે 9:00 કલાકે આરતી,બૌદ્ધિક અને પંડિતજી સાતવલે કરજીને ફૂલહાર કરી શોભાયાત્રા શરૂ થશે.સ્વાધ્યાય મંડળથી સાઈડ રોડ થઈ પોલીસ સ્ટેશન, મેઇન ચાર રસ્તા ,રામચોક, જુના બસ સ્ટેશનથી વલસાડી ઝાપાથી સ્વાધ્યાય મંડળ પહોંચશે .શ્રી ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુ નો છઠ્ઠો અવતાર હોય ભારતના સૌ સનાતનીઓ માટે ભગવાન પરશુરામ એ સૌના આરાધ્યા દેવ છે.
કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાના ભૂદેવો પધારે તેમજ હિન્દુ ધર્મના બધા લોકો શોભાયાત્રામાં જોડાઈ શકે છે. અને સ્વેચ્છાએ રક્તદાન પણ કરી શકે છે. શોભાયાત્રા પૂરી થયા બાદ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે બ્લડ આપનાર દાતાને સ્મૃતિ ભેટ એક ડોક્ટર પરિવાર તરફથી મળશે.9 થી 11 શોભાયાત્રા પૂરી થાય પછી નાસ્તો કરી બ્લડ બેન્ક પર બ્લડ આપનાર દાતા જશે આમ સમગ્ર કાર્યક્રમ 9 થી 12 રહેશે.
પ્રમુખશ્રી બી એન જોશી
મોબાઈલ નંબર 98251 32181




