નાનાપોઢા પોલોસ મથકના લાંચિયા પોલીસ કર્મીઓ ઝડપાયા
વલસાડ જિલ્લાના નાનાપોઢા પોલીસ મથકનાં બે કર્મચારીઓ એ.એસ.આઈ,અ.હે.કો 1,50,000 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના સંકજામાં રંગે હાથે ઝડપાઈ ગયા છે. હાલ એસીબીએ એક આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
(સયાજીભાઈ સામજીભાઈ ગાયકવાડ કરચોંડ)
આર.આર.ચૌધરી, એસીપી સુરત વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકાના નાનાપોઢામા પોલીસ કર્મચારીઓ લાંચ લેતા એસીબીના સંકજામાં આવી ગયા છે. છટકું ગોઠવીને એસીબીએ લાંચ લેતા પોલીસ કર્મીને ઝડપી પાડ્યા લાંચિયા પોલીસ ઝડપાયા ફરિયાદી અને આરોપી કર્મચારીઓ વચ્ચે પૈસાને લઈને રકઝક થતા અંતે 1,5,0000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. વારોલીથી નાનાપોંઢા જવાના રસ્તા ઉપર 1.સયાજીભાઈ સામજીભાઈ ગાયકવાડ રહે. નવા ફળીયુ, કરચોંડ ગામ, તા.કપરાડા ) તથા 2.એ.એસ.આઈ. યોગેશભાઇ ઇશ્વરભાઇ માહલા એ.એસ.આઈ. બ.નં.૬૭૮ વર્ગ-૩ નોકરી નાનાપોંઢા પોલીસ સ્ટેશન રહે ખાનપુર તા.વાંસદા જી.નવસારી તથા 3.અતુલભાઈ હસમુખભાઈ પટેલ અ.હે.કો. બ.નં. ૧૦૨૬ વર્ગ-૩ નોકરી નાનાપોંઢા પોલીસ સ્ટેશન રહે. પારડી કર્મભુમી સોસાયટી જી.વલસાડ વર્ગ -૩ નાનાપોંઢા પોલીસ સ્ટેશન જી.વલસાડ લાંચની માંગણીની રકમ:- રૂ.૧,૫૦,૦૦૦/- લાંચમાં સ્વીકારેલ રકમ:- રૂ.૧,૫૦,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ:- રૂ.૧,૫૦,૦૦૦/-
આ કામના ફરિયાદીશ્રી તથા તેમના ભાઈ વિરૂધ્ધમાં નાનાપોંઢા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ જે ગુનામાં તેઓ સ્વિફ્ટ કારમાં પાયલોટીંગ કરતા હોવાનુ દર્શાવેલ જે સ્વિફ્ટ કાર ફરીયાદીની પત્નીના નામે રજીસ્ટર હોય, જે કામે આરોપી નં. (૨) તથા (૩) નાઓએ ગુનામાં ફરીયાદીની પત્નીનું નામ નહી ખોલવા માટે તેમજ હેરાનગતી નહી કરવા માટે આ કામના ફરિયાદી પાસે તે રૂા.૧,૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નં.(૧) નાએ ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી આરોપી નં.(૨) સાથે ટેલીફોન ઉપર વાતચીત કરી તેઓએ રૂપિયા મળી ગયા અંગે સહમતી દર્શાવેલ. અને આરોપી નં.(૧) નાઓ સ્થળ પર પકડાઈ જઇ અને આરોપી નં.(૨) તથા (૩) સ્થળ ઉપર હાજર નહી મળી આવેલ હોય, આરોપીઓએ એક બીજાના મેળાપીપણામાં ગુનો કર્યો હતો, આરોપી નં.(૧) ને એ.સી.બી. દ્વારા ડિટેઇન કરવામાં આવેલ છે.
ટ્રેપિંગ અધિકારી કે.આર.સક્સેના, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી શ્રી આર.આર.ચૌધરી, મદદનિશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.
Ad.