-->

આખરે ક્યારે આપણે રાજનીતિને ભ્રષ્ટાચાર અને અપરાધીની લાંબી કાળી રાતથી બહાર કાઢવામાં સફળ થઈશું ?

 By : Hardik patel
આગામી પાંચ રાજ્યોમાં વિધાનસભા અને આગામી વર્ષે લોકસભા ચૂંટણીના પડઘમની સાથે ફરી એક વખત અપરાધી ઉમેદવારો મુદ્દે ચિંતાના સ્વર ઉભરી રહ્યા છે. રાજકારણમાં અપરાધિક પૃષ્ઠભૂમિના લોકોનો પ્રવેશ રોકવા માટે લાંબા સમયથી ચર્ચાઓ ચાલતી રહે છે. લગભગ તમામ પક્ષ અને તેના નેતા એને લઈને ચિંતા વ્યક્ત કરે છે, પરંતુ મુશ્કેલી એ છે કે અત્યાર સુધી કોઈ એવી વ્યવસ્થા નથી બની શકી,જેમાં કોઈ અપરાધમાં સંડોવાયેલા વ્યક્તિને સંસદ કે વિધાનસભામાં પહોંચવાથી રોકી શકાય. 

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિસર્ચના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે લગભગ ચાલીસ ટકા હાલના સાંસદો વિરુધ્ધ અપરાધિક કેસો નોંધાયેલા છે. તેમાંથી પચીસ ટકા કેસો ગંભીર અપરાધો સાથે જોડાયેલા છે, જેમાં હત્યા, હત્યાની કોશિશ, અપહરણ, મહિલાઓ વિરુધ્ધ અપરાધ જેવા કેસો સામેલ છે. આ જ અપરાધી છબિવાળા સાંસદ અને ધારાસભ્ય ફરી એક વાર ઉમેદવાર બનવામાં સફળ થવાના છે. સવાલ છે કે દેશની સંસદ સુધીમાં આ સ્થિતિ રહેતાં અપરાધમુક્ત રાજકારણનું લય કઈ રીતે પ્રાપ્ત થઈ શકશે? નિશ્ચિતપણે
ભારતીય લોકતંત્રની આ એક વિકૃતિ અને વિપદા જ છે કે કોઈ અપરાધી દોષીત હોવા અને સજા પ્રાપ્ત હોવા છતાં તેને કઈ રીતે ઉમેદવાર બનાવીને ભોળી જનતા પર થોપી દેવામાં આવે છે. આવા અપરાધી જનપ્રતિનિધિ શું જનતાની ભલાઈ કરશે અને શું વિધાયિકામાં બેસીને જનતાના હિતના કાયદા બનાવી શકશે? આઝાદીના અમૃતકાળની દુંદુભિ અને શંખનાદથી ઇતર જ્યારે રાજનીતિના અપરાધીકરણ પર નજર નાખીએ તો શરમથી માથું ઝૂકી જાય છે. જે સદન ક્યારેક જનતાના સવાલો પર ગૂંજતું હતું, એકથી વધીને એક વક્તાઓના ઐતિહાસિક અને સાર્થક ભાષણોની સંસદથી લઈને સડક સુધી ચર્ચા થતી હતી, લોકતંત્રની આ ખૂબી પર દુનિયાને પણ જલન થતી હતી, આજે એ જ લોકતંત્ર, એ જ સદન દાગી નેતાઓની હાજરી અને તેના ખેલથી શર્મસાર છે. ભારતીય સંસદના અત્યાર સુધીના ઇતિહાસ
પર નજર નાખીએ તો લાગે છે કે જે ઝડપથી સંસદ અને વિધાનસભાઓમાં દાગી નેતાઓની હાજરી વધી રહી છે, એક દિવસ એવો આવશે કે સંસદમાં બેદાગ નેતામંત્રીઓ શોધ્યા નહિ જડે! એવા અપરાધી સાંસદો અને ધારાસભ્યોને કારણે સદનોમાં સત્રો દરમ્યાન સાર્થક ચર્ચાઓને બદેલ હંગામો થાય છે. આ જ કારણોસર ચિંતાજનક સ્થિતિ એ બની છે કે આજે ભારતમાં જ સંસદ પ્રત્યે સન્માન, સંસદમાં શાલીન આચરણ અને પક્ષવિપક્ષ વચ્ચે સ્વસ્થ પરંપરાઓ હવે ધૂમિલ થઈ રહી છે. સંસદની કાર્યવાહી તો આ જ હાસનો સંકેત કરે છે. જોવાનું છે કે સંસદના આગામી વિશેષ સત્રમાં બંધારણ સભાથી શરૂ થનાર ૭૫ વર્ષની સંસદીય યાત્રા પર ચર્ચા સમયે કોઈ અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત થઈ શકે કે નહીં? એક સફળ લોકતંત્રના જેટલા પણ આયામ છે કે શું ભારત એના પર ખરું ઉતર્યું છે? કોઈપણ લોકતંત્રની શાખ તેની વિધાયિકા પર વધુ નિર્ભર છે. નેતાના ગુણ અવગુણ અને ચરિત્ર લોકતંત્રને પ્રભાવિત કરે છે. આઝાદી
બાદ ભારતીય વિધાયિકા અને તેના નેતાઓની જનતા પ્રત્યે વફાદારી અને ઉત્તરદાયિત્વની તૂતી બોલતી હતી, પરંતુ હવે જ વિધાયિકા અપરાધિક કુકૃત્યોથી કલંકિત છે. ભલે મહિલાઓને સંસદીય રાજનીતિ માટે આજ સુધી ૩૩ ટકા અનામતનો લાભ ન મળ્યો હોય, પરંતુ કડવું સત્ય એ છે કે ગુપચુપ રીતે તમામ રાજકીય પક્ષોએ સદનમાં દાગી નેતાઓ માટે ૩૩ ટકાથી વધુ સીટો અનામત રાખી લીધી છે! આ જ હાલત ધનકુબેર નેતાઓની પણ છે. જો દાગીઓ માટે ૩૩ ટકાથી વધુ સીટો અનામત છે તો ધનકુબેર નેતાઓ માટે પણ ૮૦ ટકાથી વધુ સીટો અનામત છે. આવા ધનબળ, બાહુબળ એ અપરાધ બળવાળા
જનપ્રતિનિધિ હશે, એવા જ દેશના કાયદા બનાવનાર હશે તો સદનના અધ્યક્ષના આસન સમક્ષ મેજ પર ચડીને તેમની ઉપર કાગળો ફાડીને ફેંકવાની ઘટનાઓ સામાન્ય જ થતી જશે. પછી એ યુવાને કઈ રીતે ખોટો કહી શકાય જે પોતાના કુલપતિ કે પ્રાચાર્યના કક્ષમાં ઘૂસીને તોડફોડ કરે છે કે સડક પર હંગામો કરે છે? ઉલ્લેખનીય છે કે હાલની કાયદો વ્યવસ્થા અંતર્ગત અદાલત તરફથી કોઈ અપરાધી દોષીત જાહેર થવા અને બે વર્ષથી વધુ સજા પામનારને ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે, પરંતુ આ અધિ
છ વર્ષ વીતી ગયા બાદ એ જ વ્યક્તિ ફરીથી સંસદ કે વિધાનસભા ચૂંટણી લડી શકે છે અને જીત્યા બાદ
જનપ્રતિનિધિ કહેવાઈ શકે. પાર્ટીઓ દ્વારા દાગી નેતાઓને ખરીદી લેવા કે પોતાની તરફ ફેરવવા એ પણ દેશ માટે વધુ નુકસાનકારક અને ઘાતક છે. સાંસદ અને ધારાસભ્ય આમ જનતાની સંપ્રભુ ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી એક વાર નૈતિક અપરાધથી જોડાયેલા સાબિત થયા બાદ તેમને સ્થાયી રૂપે ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કરી દેવા જોઈએ. હવે આ મામલે સુપ્રીમ કોર્ટના ન્યાયમિત્રએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈ અપરાધ માટે એક વાર દોષીત ઠેરવાય તો તેને ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. આ રિપોર્ટને રાજનીતિમાં અપરાધિક છબિના લોકોની
દખલને રોકવાની દિશામાં એક મહત્ત્વના વિચાર રૂપે જોવામાં આવે છે. ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ લાવવા રાજકીય વ્યવસ્થામાં ભ્રષ્ટ અને અપરાધિક તત્ત્વોને બાર કાઢી શકાશે. હવે સમય આવી ગયો છે કે તમામ રાજકી પક્ષો એક સાથે આવે અને અપરાધીઓને સિસ્ટમમાંથી બહાર રાખવા પર સહમતિ સાધે. કારણ કે જ્યારે અપરાધી ચૂંટાયેલ પ્રતિનિધિ બની જાય છે અને કાયદા નિર્માતા બની જાય છે, તો તે લોકતાંત્રિક વ્યવસ્થાના કામકાજ માટે ગંભીર ખતરો પેદા કરે છે. આપણા લોકતંત્રનું ભવિષ્ય ખતરામાં પડી જાય છે જ્યારે આવા અપરાધી નેતા બનીને આખી વ્યવસ્થાની મજાક ઉડાવે
છે. શું આપણે યુવાઓ પાસે આશા રાખી શકીએ કે તેઓ એવા નેતાઓને જુએ અને તેમનામાં પોતાનો આદર્શ જુએ? હવે તો જેટલી ચૂંટણીઓ થાય છે તે ચૂંટણી યોગ્યતા અને ગુણવત્તાના આધાર પર નહિ, પણ વ્યક્તિ, પક્ષ કે પાર્ટીના ધનબળ, બાહુબળ અને જનબળના આધાર પર થતા રહે છે, જેને અપરાધિક છબિવાળા રાજનેતા બળ આપતા રહ્યા છે. ચિંતા ભારતીય રાજનીતિના સતત દાગદાર થતા જવાની છે. લગભગ દરેક પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ પર અપરાધી હોવાના સવાલ સમયે સમયે ઊભા થતા રહે છે. પ્રશ્ન એ છે કે આખરે ક્યારે આપણે રાજનીતિને ભ્રષ્ટાચાર અને
અપરાધીની લાંબી કાળી રાતથી બહાર કાઢવામાં સફળ થઈશું?

Ads Right Header

Buy template blogger

Mega Menu

Populart Categoris

About Us

Newspaper Blogspot Theme is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.

Contact us: contact@gmail.com

LifeStyle News

View all

Sport News

View all

Copyright Footer

© 2023 24 INDIA, All Rights Reserved

Header Ads

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

24 INDIA

Video News

View all

Stay Conneted

14,629 FansLike
1,381FollowersFollow
10,126SubscribersSubscribe