વલસાડ જિલ્લામાં આગામી દીવાળીના તહેવાર નિમિત્તે ૩૦ દિફટાકડા લાયસન્સ માટે અરજદારોએ સંબંધિત મામલતદાર કચેરી ખાતેથી ફોર્મ મેળવી જરૂરી પુરાવા જગ્યાઓ માટે અરજદારો અરજી કરી શકશે.
અરજી ફોર્મ સબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક સાધી વિના મુલ્યે મેળવી શકાશે, તેમજ ભરેલ ફોર્મ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ નિયત સમય મર્યાદામાં રજુ કરવાનું રહેશે.
આગામી દીવાળીના તહેવાર નિમિત્તે ૩૦ દિવસના હંગામી ફટાકડા લાયસન્સ માટે અરજદારોએ સંબંધિત મામલતદાર કચેરી ખાતેથી ફોર્મ મેળવી જરૂરી પુરાવા સાથે તા. ૦૭-૧૦-૨૦૨૩ સુધી (રજાના દિવસ સિવાય) કચેરી સમય દરમિયાન જમા કરાવવાનાં રહેશે. નીચે દર્શાવાયેલી જગ્યાઓ માટે અરજદારો અરજી કરી શકશે. આ સિવાયના કોઈ વિસ્તાર માટેની અરજીનો સ્થળ, સલામતી તથા ગુણદોષ તેમજ સરકારશ્રીની સ્થાયી સુચના અનુસાર તપાસીને નિકાલ કરવામાં આવશે.
(૧) પારડી નગરપાલિકા વિસ્તારના સ.નં.૭૫૫ વાળી જગ્યા (૩૦ દુકાન માટે)
(૨) ધરમપુર રેવન્યુ જુનો સ.નં.૬૦૫ પૈકી(નવો સ.નં.૩૬૧) વાળી ખુલ્લી જમીનમાં દશેરાપાટી વિસ્તાર (૨૫ દુકાનો)
(૩) વાપી નગરપાલીકાની બાજુમાં આવેલ મેદાન (૨૨ દુકાનો)
(૪) વાપી નોટીફાઇડ એરીયા હસ્તકના બગીચા માટેના આરક્ષિત પ્લોટ, રામલીલા મેદાન (૫૦ દુકાનો)
(૫) ઉમરગામ નગરપાલિકા વિસ્તારના સ.નં.૨૬૩ કુમાર શાળાની બાજુની આવેલ ખુલ્લી જમીન વિસ્તાર (૧૫ દુકાન)
(૬) વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ધી ચર્ચ ઓફ થી બ્રધર્સ (સી.બી.હાઈસ્કુલ)નું ગ્રાઉન્ડ(૪૦ દુકાનો)
(૭) નાનાપોંઢા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સ. નં.૭પ૮ તથા ૬૫ વાળી ખુલ્લી જમીન( ૪૦ દુકાનો)
અરજીમાં નીચે મુજબની વિગતો સામેલ રાખવી:
- અરજી એક નકલમાં કરવી (કોર્ટ ફી રૂ।. ૩ (ત્રણ) સાથે)
- લાયસન્સ ફી રૂા ૧૨૦૦/- (એક હજાર બસ્સો પુરા) “૦૦૭૦ અધર એડમીનીસ્ટ્રેટીવ સર્વિસીસ, રીસીપ્ટ અન્ડર એકસ્પ્લોઝીવ એકટ''ના દરે જમા કરાવી અરજી સાથે મૂળ ચલન રજુ કરવાનું રહેશે.
- કુટંબના એ વ્યક્તિના નામે કાયમી લાયસન્સ હોય તો તેઓ બીજા વ્યક્તિ માટે અરજી કરી શકશે નહીં. કુટુંબની કોઈ વ્યક્તિ ફટાકડા લાયસન્સ ધરાવતા ન હોવાનો એકરાર રજૂ કરવો.
- અરજી સાથે નગરપાલીકા/ગ્રામ પંચાયત/નોટીફાઇડ અધિકારીની સંમતિ તથા સ્થળ સ્થિતિનો અધિકૃત નકશો હોવો જરૂરી છે.
- હંગામી સ્ટોલના સ્થળે ફાયર એકસ્ટીગ્યુસર મુકવાનું રહેશે. તેમજ આગની સામે રક્ષણ માટે પુરતી વ્યવસ્થા કરવાની રહેશે. તથા તે સંબંધે સ્થળ પર ફાયર સેફ્ટી અંગે નિયત અધિકારીની પરવાનગી લેવાની રહેશે
- સ્ટોલના આગળ-પાછળ દરવાજો ફરજીયાત રાખવાનો રહેશે.
- અરજીમાં અરજદારના રહેઠાણના પુરાવા, નાણાકીય આયોજન વિગતો, ઇન્કમટેક્ષ/સેલ્સટેક્ષ ભરતા હોય તો તેની વિગતો રજૂ કરવાની રહેશે.
- દુકાનમાં આકસ્માતના બનાવો ન બને તે સંદર્ભે હંગામી વિમાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- અરજી સાથે અરજદારની હાલની પ્રવૃત્તિની વિગતો રજૂ કરવાની રહેશે.
- ૨૦૨૨ ના વર્ષમાં ફટાકડાનો વેપાર કરેલ હોય તો જેટલા જથ્થાનો વેપાર કરેલ હોય તેટલા જથ્થાના આવક- જાવકના હિસાબોની નકલ તથા હંગામી ફટાકડા પરવાનાની નકલ રજૂ કરવાની રહેશે.
- અરજદારની સામે ગુનો નોધાયેલ નથી તે મુજબનો સ્થાનીક પોલીસ અમલદારનો દાખલો/ચેકલીસ્ટ રજુ કરવાના રહેશે.
- અરજી સાથે જરૂરી ના-વાંધા પ્રમાણપત્રો પણ સામેલ કરવાના રહેશે.
- સરકારશ્રી તેમજ એક્ષપ્લોઝીવ ડીપાર્ટમેન્ટની પ્રવર્તમાન જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- સંબંધિત સત્તામંડળ દ્વારા નિયત કરેલ શરતોનું પાલન કરવાનું રહેશે.
અરજી ફોર્મ સબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક સાધી વિના મુલ્યે મેળવી શકાશે, તેમજ ભરેલ ફોર્મ સંબંધિત
તાલુકા મામલતદાર કચેરીએ નિયત સમય મર્યાદામાં રજુ કરવાનું રહેશે. પ્લોટની સંખ્યા કરતા અરજીઓ વધુ હશે તો વહેલા તે પહેલાંના ધોરણે અરજીની ગુણવત્તા, અનુભવના આધારે ફંગામી પરવાનો મંજૂર કરવામાં આવશે. તેમ છતાં પરવાનો ઈસ્યુ કરવા સંબંધિત કચેરીનો નિર્ણય આખરી રહેશે જે અંગે કોઈ તકરાર કરી શકાશે નહી એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.આર. ઝા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.