દ. ગુ. વી.કંપની પેટા વિભાગીય કચેરી નાનાપોઢા દ્વારા સેફટી વિક અંતર્ગત બાળકો માટે વિજ સલામતીને લગતા ચિત્ર સ્પર્ધાનું આયોજન
દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી નાનાપોઢા દ્વારા જાહેર કરવામાં આવેલ સેફટી વિક અંતર્ગત ફરજ બજાવતા સ્ટાફના બાળકો માટે વિજ સલામતીને લગતા વિવિધ ચિત્ર સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતુ.દ.ગુ.વિ. કંપની ના ડેપ્યુટી ઇજનેર એસ. આર. પટેલે જણાવ્યું કે ફરજ બજાવતા સ્ટાફના બાળકોએ સલામતી અંગે જરૂરી માર્ગદર્શન મળે એવા ખૂબજ સારા ચિત્રો દોરવામાં આવ્યા હતા. બાળકોમાં રહેલી સૂસુપ્ત રહેલી શક્તિને ઉજાગર કરી શકાય સાથે બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છેકે અનેક વખતે કુદરતી આપત્તિ વરસાદ વાવાઝોડું વિવિધ ઇમરજન્સી વીજ વિતરણ સેવા બાબતે યુધ્ધના ધોરણે ખડેપગે કામ છે.એવા સમયે સેવા માટે ફરજ બજાવતા કર્મચારીઓ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.
વીજ કર્મચારીઓ માટે સલામતી પૂર્વક કામ કરવું ખુબજ જરૂરી છે જેથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સલામતિ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહેલ છે..


