-->

હનુમાન જયંતીનું વિધિ-વિધાનથી વ્રત કરનાર ભક્તના ઘરમાં આખુ વર્ષ સુખ અને સૌભાગ્ય બની રહે છે.



કળયુગમાં હનુમાનજીની સાધના-આરાધના ખૂબ જ વધારે ફળદાયી માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર ચિરંજીવી માનવામાં આવતા હનુમાનજીની જયંતી ચૈત્ર માસના શુક્લપક્ષની પૂર્ણિમાએ આવે છે. પંચાંગ અનુસાર આ દિવસે વખતે હનુમાન જયંતી 6 એપ્રિલ 2023એ ઉજવવામાં આવશે. 

બધા સંકટોને દૂર કરનાર મહાવીર હનુમાનની પૂજા, જપ અને વ્રત સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આવો જાણીએ તમારા જીવન સાથે જોડાયેલા કષ્ટોને દૂર કરવા અને મનોકામનાઓ પૂરી કરવા માટે હનુમાન જયંતી પર તેમના માટે કઈ રીતે વ્રત કરશો. 



ક્યારે છે હનુમાન જયંતી: 6 એપ્રિલ 2023, ગુરૂવાર 
ચૈત્રી પૂનમની શરૂઆતઃ 5 ઓક્ટોબર 2023એ સાંજે 9.19 વાગ્યે
ચૈત્રી પુનમની સમાપ્તિઃ 6 એપ્રિલ 2023એ સાંજે 10:04 વાગ્યે 


હનુમાન જયંતી વ્રતની વિધિ 
દરેક સંકટોથી બચવનાર અને સુખ-સૌભાગ્યની વર્ષા કરનાર હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાન જયંતી પર સંપૂર્ણ વિધિ-વિધાનથી વ્રત અને પૂજન કરવું જોઈએ. બજરંગીના નામનું વ્રત કરવા માટે સાધકને આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન-ધ્યાન કર્યા બાદ ઉગતા સૂર્યને અર્ધ્ય આપવું. ત્યાર બાદ હાથમાં થોડુ જળ લઈને હનુમાનજીના વ્રતને વિધિ-વિધાનથી કરવાનો સંકલ્પ લો. 
આ દિવસે કોઈ હનુમાન મંદિરમાં જઈને અથવા તો પોતાના ઘરમાં હનુમાનજીની પ્રતિમા આગળ લાલ રંગના આસન પર બેસીને તેમની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. હનુમાન જયંતીના દિવસે બજરંગબલીની પૂજામાં લાલ રંગનું પુષ્પ અને ફળ ચડાવો. હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવ્યા બાદ મીઠુ પાન ચડાવો અને ત્યાર બાદ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે સંદુરકાંડનો પાઠ કરો. હનુમાનજીના વ્રતમાં દિવસમાં એક વખત પ્રસાદ ગ્રહણ કરો અને બ્રહ્મચાર્યનું સંપૂર્ણ રીતે પાલન કરો. 

હનુમાન જયંતી વ્રતનું ફળ 
હિંદુ ધર્મમાં પવનપુત્ર હનુમાનજીને એક એવા દેવતા માનવામાં આવે છે જે શ્રદ્ધા અને વિશ્વાસની સાથે વ્રત, પૂજન અને સુમિરન કરવા પર જલ્દી પ્રસન્ન થાય છે. મહાવીર હનુમાન પોતાના ભક્તોની મુશ્કેલીઓ દૂર કરવા માટે એક અવાજમાં દોડી આવે છે.


હિંદુ માન્યતાઓ અનુસાર બજરંગબલી ભક્તોની પાસે ખરાબ શક્તિઓ ભટકવા નથી દેતા અને તે પોતાના દરેક જ્ઞાન-અજ્ઞાન શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. હનુમાન જયંતીનું વિધિ-વિધાનથી વ્રત કરનાર ભક્તના ઘરમાં આખુ વર્ષ સુખ અને સૌભાગ્ય બની રહે છે.

Hanuman Jayanti 2023: હનુમાન જયંતી પર કરી લો આ 5 ઉપાય, ખતમ થશે સાડાસાતી અને પનોતની અશુભતા

 હનુમાનજીની પૂજા કરવાથી શનિની સાડાસાત વર્ષની અશુભ અસર ઓછી થાય છે. આવી સ્થિતિમાં 6 એપ્રિલ, 2023ના રોજ હનુમાન જયંતિ પર કેટલાક ખાસ ઉપાય કરો, આનાથી શનિ મહાદશીથી છુટકારો મળશે.




હનુમાન જંયતી પર કરો આ ઉપાય

હનુમાનજીની પૂજા કરવાથી શનિની સાડાસાત વર્ષની અશુભ અસર ઓછી થાય છે. આવી સ્થિતિમાં 6 એપ્રિલ, 2023ના રોજ હનુમાન જયંતિ પર કેટલાક ખાસ ઉપાય કરો, આનાથી શનિ મહાદશીથી છુટકારો મળશે.

હનુમાનજીને ખૂબ જ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે, જ્યારે કુંડળીમાં શનિની મહાદશા (સાડે સતી અને પનોતી ) ચાલી રહી હોય ત્યારે બજરંગબલીની પૂજા કરવી જોઈએ, મંત્ર જાપ કરવો જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર હનુમાનજી એવા દેવતા છે જેમના ભક્તો શનિદેવથી પરેશાન થતા નથી.

શનિ સાડાસાતી  તમને આના કારણે પરેશાન કરી રહ્યી છે, તમે આર્થિક અને માનસિક રીતે પરેશાન છો, તો હનુમાન જયંતિ પર, સવારે સ્નાન કર્યા પછી, પંચમુખી હનુમાનના ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો અને પછી શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે હનુમાનજીના આ સ્વરૂપની પૂજા કરવાથી જલ્દી જ શુભ ફળ મળે છે. તેનાથી શનિ, પિતૃ અને મંગલ દોષ દૂર થાય છે.

હનુમાન જયંતિના દિવસથી સંકટમોચનને ભોગ તરીકે ગોળ અને ચણા ચઢાવો અને સતત 10 મંગળવાર ઉપવાસ કરો. હનુમાનાષ્ટકનો પાઠ કરો આ કરવાથી શનિની મહાદશા ટળી જાય છે.

હનુમાન જયંતિ પર ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો જેથી શનિદેવની સાડાસાતી અને પનોતીથી રાહત મળે. આ પછી વાંદરાઓને ફળ ખવડાવો. એવું માનવામાં આવે છે કે, તેનાથી બજરંગબલી અને શનિદેવ પ્રસન્ન થાય છે.

અત્યારે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં બેઠો છે. આ વર્ષે મકર રાશિમાં શનિદેવનો અંતિમ ચરણમાં છે. કુંભ રાશિમાં બીજો તબક્કો અને મીન રાશિમાં પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. બીજી તરફ કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની પનોતીનો  પ્રભાવ છે.



 હનુમાન જયંતિ પર ભૂલથી પણ ના કરતાં આ સાત કામ , અશુભ હશે પરિણામો

હનુમાન જયંતિનો તહેવાર આવવાનો છે. હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરવાથી જીવનના સૌથી મોટા સંકટ દૂર થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન જયંતિના દિવસે કેટલીક ભૂલોથી બચવું જોઈએ.



સુતક કાળમાં પૂજા
સુતક કાળમાં હનુમાનજીની પૂજા ક્યારેય ન કરવી જોઈએ. સુતક કાળ ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે એટલું જ નહીં, પરંતુ તે ઘરમાં કોઈના મૃત્યુ પછી પણ માન્ય છે. વ્યક્તિના મૃત્યુ પછી ઘરમાં 13 દિવસ સુતકનો સમય હોય છે. આ સમયગાળા દરમિયાન હનુમાનજીની પૂજા કરવાની મનાઈ છે.



મહિલાઓનો સ્પર્શ
હનુમાન જયંતિના દિવસે મહિલાઓનો સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. આ દિવસે બ્રહ્મચર્યનું ખૂબ જ કડક પાલન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન હનુમાન સ્વયં સ્ત્રીઓનો સ્પર્શ કરતા નહોતા.  જો કોઈ મહિલા ઘરના મંદિરમાં પૂજા કરતી હોય તો તેણે પણ બજરંગબલીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ.



ચરણામૃતથી સ્નાન
બહુ ઓછા લોકો જાણતા હશે કે હનુમાનજીની પૂજામાં ચરણામૃતનો ઉપયોગ ક્યારેય થતો નથી. હનુમાન જયંતિ પર બજરંગબલીને ચરણામૃતથી સ્નાન કરાવવાનું ટાળવું જોઈએ. તેમની પૂજામાં ચરણામૃત ચઢાવવાનું કોઈ વિધાન નથી.



કાળા અને સફેદ વસ્ત્રો ના પહેરો
બજરંગબલીની પૂજા કરતી વખતે કાળા કે સફેદ વસ્ત્રો ના પહેરો. તેના પરિણામો ખૂબ જ અશુભ હોઈ શકે છે. હનુમાનજીની પૂજા ફક્ત અને માત્ર લાલ રંગના વસ્ત્રો પહેરીને જ કરવી જોઈએ.



તૂટેલી કે ખંડિત મૂર્તિ
હનુમાન જયંતિ પર પૂજા માટે બજરંગબલીની તૂટેલી કે ખંડિત મૂર્તિનો ઉપયોગ ન કરો. જો તમારા ઘરના મંદિરમાં બજરંગબલીની આવી કોઈ મૂર્તિ હોય તો તેને તરત જ હટાવી દો. જો તમે આવી મૂર્તિને પાણીમાં પ્રવાહિત કરો તો સારું રહેશે.



મીઠું ટાળવું
તમારે હનુમાન જયંતિના દિવસે મીઠાનું સેવન ટાળવું જોઈએ. આ સિવાય તમારે એ ચીજવસ્તુઓ પણ ટાળવી જોઇએ જે તમે આ દિવસે દાન કર્યું હોય. હનુમાન જયંતિનું વ્રત રાખનારાઓએ દિવસ દરમિયાન ઊંઘ ન લેવી જોઈએ.


માંસ અને આલ્કોહોલ
હનુમાન જયંતિના દિવસે માંસ અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ. શારીરિક સંબંધો બનાવવાનું ટાળવું જોઇએ. ગુસ્સામાં કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો. દરવાજે આવતા લોકોનું અપમાન ન કરો.



Ads Right Header

Buy template blogger

Mega Menu

Populart Categoris

About Us

Newspaper Blogspot Theme is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.

Contact us: contact@gmail.com

LifeStyle News

View all

Sport News

View all

Copyright Footer

© 2023 24 INDIA, All Rights Reserved

Header Ads

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

24 INDIA

Video News

View all

Stay Conneted

14,629 FansLike
1,381FollowersFollow
10,126SubscribersSubscribe