વલસાડ જિલ્લાના કપરાડાના પાનસમાં પૌરાણિક હનુમાન મંદિરે હનુમાનજીનો જન્મોત્સવ ભારે ધામધૂમ અને ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો
વલસાડ વલસાડ જિલ્લામાં ભક્તો દ્વારા શ્રીરામ ભક્ત હનુમાનજીનો જન્મોત્સવ ભારે ધામધૂમ અને ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો..શહેરી વિસ્તારમાં હનુમાન મંદિરોમાં તથા શેરીઓ, મહોલ્લાઓમાં હવન, ચોપાઇ, રામ ધૂન, હનુમાન ચાલીસા શોભાયાત્રા સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. જોકે વલસાડ જિલ્લામાં કેટલાક ગામડા એવા છે જ્યાં સદીઓ પુરાણા હનુમાન દાદાના મંદિર કે પ્રતિમાઓ સ્થાપિત છે જે વર્ષોથી સ્થાનિક ગ્રામજનો તેમજ હજારો ભક્તો માટે આજે પણ આસ્થાનું કેન્દ્ર બનીને રહ્યા છે. આવુ જ એક પૌરાણિક મંદિર કપરાડા તાલુકામાં આવેલું છે. જેનો ઇતિહાસ રસપ્રદ છે.
