-->

માનવની જેમ વનસ્પતિ પણ સજીવ છે તો વૃક્ષો કાપવા એ પણ એક જીવ હત્યા થઈ કહેવાય,પણ આ સત્ય કોઈ ને દેખાતું નથી.

 
21 માર્ચ એટલે વન દિવસ અને કવિતા દિવસ, ગઈકાલે ચકલી દિવસ અને ખુશી દિવસ, એમ બે દિવસ એક સાથે હતાં. એનો અર્થ ચકલી હશે તો ખુશી હશે, અથવા તો ચકલી જેવા ઓછામાં ઓછી જરૂરિયાતવાળા રહેશું ,તો ખુશી રહેશે! એવો પણ કરી શકાય. જ્યારે આજે વન હશે તો કવિતા થશે, અથવા તો શું હવે ફક્ત કવિતાઓમાં જ વનને જોવાનું છે? એ બે ભાવ વન દિવસ અને કવિતા દિવસના સંયોગે મનમાં ઉદ્ભવે છે. વન કહો કે પર્યાવરણ કહો પણ જે આપણી આસપાસ છે, એ હવે પહેલા જેટલું શુદ્ધ નથી એ વાતને આપણે નકારી શકાતી નથી. પણ જો એને સ્વીકારી લઈએ તો હજી પણ સુધારો થઈ શકે છે, એ મહત્વની વાત ને દ્રઢ પણે વળગીને હવે કંઈક તો કરવું જ પડશે તો જ આપણું અસ્તિત્વ સલામત રહેશે.


આજકાલ તો પ્રકૃતિમાં કેટલું પ્રદુષણ વધી ગયું છે, અને એ બધું માનવની માનસિકતા દર્શાવે છે, કે પોતાના મોજશોખ કે એશોઆરામ માટે તે કંઈપણ કરી શકે. વસ્તી વધારો જે રીતે વધી રહ્યો છે તે જોતા કદાચ એક દાયકા પછી અત્યારે અસ્તિત્વમાં રહેલા જંગલો પણ કદાચ ન હોય એવી પરિસ્થિતિ છે, અને હવે તો ગામડાના ઔધોગિકરણ ને કારણે ખેતીની જમીન ને પણ બીન ખેતી બનાવવાની પ્રણાલી ચાલે છે, ટૂંકમાં સિમેન્ટ ક્રોકીટનાં જંગલો વધી રહ્યા છે,એ સૌથી મોટી સમસ્યા છે. માનવે પોતાના નિજી સ્વાર્થ માટે વન ઉપવન કે જંગલ તો હવે રહેવા જ ક્યાં દીધા છે. વનસ્પતિથી ભરેલા હોય તેને વન કહેવામાં આવે છે, આપણા શાકાહારી માટે વનસ્પતિ શું ઉપયોગી છે? એ કંઈ કહેવાની જરૂર નથી.


        વનસ્પતિ આપણને શું ઉપયોગી છે, એ જાણવા માટે ચાલો પ્રાથમિક શાળાનાં એ વર્ગમાં જઈએ, જ્યાં આપણે ભણ્યા હતાં કે વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરીને વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે, અને એ ઓક્સિજન માનવ શ્વાસોશ્વાસની ક્રિયામાં ગ્રહણ કરે છે, અને પોતાનું સ્વાસ્થ્ય બનાવી રાખે છે. એટલે એમ કહી શકાય કે વનસ્પતિ તો મનુષ્ય જીવન ટકાવી રાખવા માટે પાયાની જરૂરિયાતમાં આવે છે. આ ઉપરાંત વનસ્પતિ માંથી જ આપણને ખોરાક પણ પ્રાપ્ત થાય છે, અને ખોરાક દ્વારા પોષણ મેળવી આપણે શારીરિક વૃદ્ધિ કરીએ છીએ,આ ઉપરાંત વનસ્પતિનું એક એક અંગ, એટલે કે, કોઈ નું પર્ણ, તો કોઈ ની ડાળ, કોઈનું ફળ, કોઈનો ફૂલ, કે પછી કોઈનું મૂળ, અથવા તો વૃક્ષની છાલ, અને કાંટા ,ફૂલની પરાગ રજ, સુધી દરેક અંગ આપણને કોઈ ને કોઈ રુપે છેવટે ઔષધ રુપે પણ ઉપયોગી બને છે. એટલે એમ કહી શકાય કે વનસ્પતિ એ આપણા અસ્તિત્વનો મૂળ આધાર છે. છતાં આપણે તેને એને અણદેખ્યુ કઈ રીતે કરી શકીએ!! 


શહેરીકરણ ને નામે નેશનલ હાઈવે બનાવવા માટે કેટ કેટલા વૃક્ષોને કાપવા પડે છે. એ જોતાં એવું લાગે કે હવે વિકાસ પણ આપણને એકંદરે મોંઘો જ પડે છે, તે છતાં જે કરવું પડે તે કરવું પડે, એવું સરકાર કહી દે. પરંતુ એક નીતિ અવશ્ય રાખી શકાય, કે બને એટલા ઓછા વૃક્ષ કાપવા. એમાં પણ આપણે શાકાહારીઓનું જીવન તો સંપૂર્ણપણે વનસ્પતિ પર જ નિર્ભર છે એથી કહી શકાય કે, વનસ્પતિ છે ત્યાં સુધી જ માનવનું અસ્તિત્વ છે. આ વાત આપણે પક્ષી જગત પરથી જોઈ શકીએ,જેમ કે 20 30 વર્ષ પહેલા જેટલા પક્ષીઓ દેખાતા હતાં, કાબર, કાગડો, કબુતર, ચકલી,હોલો તેનું પ્રમાણ આજે એકદમ ઘટી ગયું છે. માનવ એ તેમના નિવાસ્થાન જ કાપી નાખ્યાં પછી ક્યાં રહે!! ૨૦ માર્ચ એ ચકલી દિવસ હતો, અને બધાએ ચકલીને લઈને પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં વાક્યો અથવા વિડિઓ અપલોડ કર્યા,અને ઘણી બધી રચનાઓ પણ સોશિયલ મીડિયા પર ફોરવર્ડ થઈ, અથવા તો લખાણી. ઘણા ખોટાં ખોટાં માળા બનાવી ટીંગાડે છે, અને પક્ષી પ્રેમ દેખાડતા હોય છે,પણ એથી કંઈ એટલો ફેર પડવાનો નથી. ટૂંકમાં એમ કહી શકાય કે, જેમ પક્ષી જગતની ઘણી જાતિ પ્રજાતિઓ લુપ્ત થઈ છે,એ જોતાં એવું લાગે છે કે આવતી કાલે કદાચ માનવ નું અસ્તિત્વ પણ જોખમમાં ગણી શકાય.પરંતુ આટલું સીધુ સાદુ સત્ય પણ આપણને સમજાતું નથી, અને કોઈવાર વિકાસને નામે, તો કોઈવાર રહેણાંકને નામે, અને કોઈવાર કોઈપણ કારણ વગર પણ વૃક્ષ કપાતાં જ જાય છે. વૃક્ષો ઉછેરવા એ આપણી નૈતિક ફરજ છે, અને સરકાર તરફથી પણ વૃક્ષો માટે એવો કોઈ કાયદો કરાતો નથી,એ ખરેખર દુઃખની વાત છે. માનવની જેમ વનસ્પતિ પણ સજીવ છે તો વૃક્ષો કાપવા એ પણ એક જીવ હત્યા થઈ કહેવાય,પણ આ સત્ય કોઈ ને દેખાતું નથી.


       આ સમય જાગરણ નો છે, હવે મોહ નિંદ્રા, કે ભોગ નિંદ્રા, કે તમસ નિંદ્રામાં સુવું પોષાય એમ નથી.પરંતુ જાગી ગયા તો હવે કરવું શું!! એ પણ એક પ્રશ્ન થાય અને આની માટે દરરોજ ચિંતનમાં જુદા જુદા શબ્દોનાં અર્થ કરીને ચરણમાં આચરણના ઘુઘંરુ બાંધી ગતિ કરવાની વાત કહેવામાં આવે છે. ભૂતકાળ તરફ નજર કરીએ કે, આપણને આજ સુધી જીવન આપનાર વનસ્પતિ માટે આપણે શું કર્યુ? અથવા કંઈ કર્યું છે? મોટે ભાગે જવાબ ના જ આવશે, તો હવે કંઈક કરવાનો સમય આવી ગયો છે, કંઈ નહીં તો આ બાબત પર થોડી જાગૃતિ રાખી ને એક બે વૃક્ષ ઉછેરી એ,અને અન્ય ને આચરણથી શીખવીએ, અને કોઈ કાપતુ હોય તો એને રોકીએ. સત્યની પરિભાષા કરી કરીને જ સત્યને અઘરું બનાવી દીધું છે, બાકી આ બાબતે સત્ય સાવ સાદું છે કે જે આપણને જીવન આપે છે એની આપણે દરકાર કરવી જોઈએ.


    વિશ્વ વન દિવસની ઉજવણી કઈ રીતે થઈ, એ છાપામાં આવશે, અને ખોટે સાચે મોઢે નેતાઓ વૃક્ષારોપણ કરતા હશે, એવા ફોટા પણ દેખાડા માટે પડાવી અને સોશિયલ મીડિયામાં મુકાશે,અને બસ વિશ્વ વન દિવસની ઉજવણી પૂરી!! આજ રીતે દર વર્ષે બધા જ દિવસોની ઉજવણી કરવામાં આવે છે, પણ આપણે ત્યાં એક દિવસનું મહત્વ એટલે જ નથી, આ બધા દિવસો ઉજવવાનું તો હવે આવ્યું. પરંતુ હજી પણ કંઈક થઈ શકે એમ છે, વન્ય સંરક્ષણ માટે આપણાથી બીજો કંઈ થઈ ના શકે તો બને એટલા વધુ વૃક્ષો વાવીએ, તેનું જતન કરીએ, એટલે કે ઉછેર કરીએ, યોગ્ય સમયે પાણી અને ખાતર નાખી તેની વૃદ્ધિ તરફ લક્ષ્ય સેવીએ, અને વનમાં રહેતા પ્રાણીઓના જીવનને પણ બચાવીએ. વન કે જંગલોમાં દિન પ્રતિ દિન પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય છે, અને પાણી માટે કે, ખોરાક માટે તે લોકો હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ જવા લાગ્યા છે‌ રોજ છાપામાં દીપડો, ચિત્તો, સિંહ, રસ્તા પર ઉતરી આવ્યા અને બાળકીને લઈ ગયા કે વાછરડાને લઈ ગયાં, એવા સમાચાર આપણે જોતા હોઈએ છીએ આપણને આપણી પ્રાથમિકતામાં ખોરાક ન મળે તો આપણે અન્ય પર તરફ મારવાનું જે રીતે વિચારીએ છીએ બિલકુલ એ જ રીતે એ લોકો પણ પોતાના જીવનના આરક્ષણ માટે છેક સુધી ઝઝૂમતા હોય છે. અને આવું બધું કરવું જોઇએ એ ફક્ત વાત ન રહેતાં વર્તન સુધી તેને લઈ જઈએ. 


પાંચ વર્ષ પહેલાંની એક વાત કરું તો, ઘર જૂનું થયું હોવાથી વારંવાર રીનોવેશન માગતું હતું, અને એક દિવસ સ્લેબ પડતા અંતે પડાવવાનો નિર્ણય લીધો, પરંતુ આંગણા ના બે વડીલ આસોપાલવ નું શું કરવું એ એક મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો,પણ બધાએ નક્કી કર્યું કે એ કપાવવા નથી, અને આજે પણ એ અડીખમ ઊભા છે, ટ્રક, બુલડોઝર ,ને ટ્રેક્ટર બધાથી તેને બચાવવા એ ખરેખર અઘરૂં પડતું હતું,પણ પુજ્ય મોરારીબાપુ નું એ વાક્ય કામ કરી ગયું કે, તમારા આંગણામાં ઉભેલા મોટા મોટા વૃક્ષોનું તો તમારા ઘરમાં ઋષિ ઉભો ઉભો તપ કરતો હોય,એ રીતે તેનું ધ્યાન રાખવું કે ઉછેર કરવો,અને બંને ત્યાં સુધી ડાળ પણ ન કાપવી.ટૂંકમાં અન્ય કોઈ શું કરે છે, કે કંઈ જ નથી કરતાં, એ જોયા વગર આપણે હવે શું કરી શકીએ તેમ છીએ, તે વાત પર ફોક્સ આપવું પડશે, અને બને તેટલું વન્ય સંરક્ષણ એટલે વનસ્પતિ નાં ઉછેર તરફ ધ્યાન કેન્દ્રિત કરીને, વધુ ને વધુ ફૂલ છોડ ને વૃક્ષ વાવી,અને તેનો ઉછેર કરવો પડશે. આજકાલ તો ટેરેસ ગાર્ડન ની પણ ફેશન બની છે,પરંતુ ફેશનનો એક અર્થ દેખાડો એવો થાય છે, એટલે દેખાડાની વૃત્તિથી નહીં, પણ ખરેખર વન્ય સંરક્ષણની નીતિથી જે કંઈ થાય એ કર્મ કરી અને આપણું અસ્તિત્વ બચાવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

      લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

Ads Right Header

Buy template blogger

Mega Menu

Populart Categoris

About Us

Newspaper Blogspot Theme is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.

Contact us: contact@gmail.com

LifeStyle News

View all

Sport News

View all

Copyright Footer

© 2023 24 INDIA, All Rights Reserved

Header Ads

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

24 INDIA

Video News

View all

Stay Conneted

14,629 FansLike
1,381FollowersFollow
10,126SubscribersSubscribe