આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગુજરાતનાં સાંસદો આજે દિલ્હી જશે.
- સંગઠન મંત્રી રત્નાકર, પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલ,રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા અને અમિત શાહની હાજરીમાં બેઠકનું આયોજન
- લોકસભાની ચૂંટણીને લઇ ભાજપનું કાઉન્ટડાઉન શરૂ : ૨૨ જેટલા વર્તમાન સાંસદોના પત્તા કપાઈ જવાની પૂરેપૂરી શક્યતા
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગુજરાતનાં સાંસદો આજે દિલ્હી જશે. પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં મુખ્યમંત્રી પટેલ અને સાંસદો સાથે સાંજે 6.30 કલાકે બેઠક કરશે. આપને જણાવીએ કે, સંસદ સત્ર દરમિયાન પીએમ અલગ અલગ રાજ્યોનાં સાંસદોને મળીને બેઠક કરી રહ્યા છે.બેઠકમાં ગુજરાત વિશે મહત્વની ચર્ચા થઇ શકે છે. ગરવી ગુજરાત ભવનમાં સાંસદોની બેઠક બાદ તમામ સાંસદોને PM નિવાસ્થાને પહોંચવા સૂચના આપાવામાં આવી છે. લોકસભા ચૂંટણી અંગે ગુજરાતની 26 બેઠકો માટે વડાપ્રધાન પ્રથમ બેઠક કરવા જઇ રહ્યા છે.
લોકસભાની ચૂંટણી આડે માંડ ૧૩ મહિના જેટલાનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ ગુજરાતમાં કોઈ કસર બાકી રાખવાના મૂડમાં નથી. વિધાનસભાની ચૂંટણીમાં સપાટો બોલાવ્યા બાદ હવે ભાજપની નજર લોકસભાની તમામે તમામ ૨૬ બેઠકો જીતવા ઉપર છે. વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ પણ ભાજપે લોકસભાની તૈયારીઓ આરંભી દીધી છે અને ઉમેદવારો શોધવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. વર્તમાન ૨૬ સાંસદો પૈકી ૨૨ સાંસદોના પત્તા કપાઈ જવાના છે અને જેને લઈ અનેક સાંસદોના ફરીથી ચૂંટણી લડવાના ઓરતા અધૂરા રહી જવાના છે. આજે દિલ્હીમાં ભાજપના ગુજરાતના તમામ સાંસદો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
Ad..



