રાષ્ટ્રવ્યાપી સંકલ્પ યાત્રા : સંઘ પ્રદેધ દાદરા નગર હવેલી સેલવાસમાં પ્રથમ વખત 'જય સ્વર્વેદ કથા'નું ભવ્ય આયોજન
નગર હવેલી સેલવાસમાં પ્રથમ વખત 'જય સ્વર્વેદ કથા'નું ભવ્ય આયોજન તારીખ 9મી ઓક્ટોબરના દિવસે યોજાઈ રહ્યું છે.
વિહંગમયોગ સંતસમાજના શતાબ્દી મહોત્સવ અને ઐતિહાસિક 25000 ( પચ્ચીસ હજાર) કુંડિય વિશ્વ વૈદિક મહાયજ્ઞ તથા કાશ્મીર થી કન્યાકુમારી સુધીના રાષ્ટ્રવ્યાપી સંકલ્પ યાત્રા નિમિત્તે દાદરા નગર હવેલી, દમણ અને દિવના સંયુક્ત ઉપક્રમે સેલવાસ સામરવરણી ગ્રામ પંચાયત હોલ ખાતે તારીખ 9 મી ઓક્ટોબર 2023 સોમવારના દિવસે સાંજે 5 થી 8 વાગ્યા સુધીમાં સિલ્વાસાની ધરા પર પ્રથમ વખત સંત પ્રવરશ્રી વિજ્ઞાનદેવ મહારાજની દિવ્યવાણી સંગીતમય 'જય સ્વર્વેદ કથા'નું અયોજન થઈ રહ્યું છે આ આધ્યાત્મિક સત્સંગનો લાભ લેવા આપ સૌ ભાવિક ભકતોનેસપરિવાર ,મિત્રવર્તુળ સાથે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
વિહંગમ યોગ એ 50 થી વધુ દેશોમાં શાખાઓ સાથેની યોગ અને ધ્યાનની ભારતીય શાળા છે. તે પ્રાચીન ભારતીય ધ્યાન ટેકનિક શીખવવાનો દાવો કરે છે. આ શાળાની સ્થાપના સદગુરુ સદાફલ દેવજી મહારાજ દ્વારા 1924 માં કરવામાં આવી હતી અને તેના લગભગ 60,00,000 સભ્યો છે.