-->

સંઘર્ષની કહાની : પિતાની ચાની દુકાન પર ચા વેચી, કોચિંગ વગર તૈયારી કરીને બન્યા IAS ઓફિસર, વાંચો હિમાંશુ ગુપ્તાની સંઘર્ષની કહાની




UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરીને IAS-IPS બનેલા ઘણા લોકોની સંઘર્ષની કહાની લાખો યુવાનોને સખત મહેનત કરવા અને દ્રઢતા માટે પ્રેરણા આપે છે. આજે અમે એક એવા IAS ઓફિસરની કહાની લઈને આવ્યા છે, જેઓ દરરોજ 70 કિમીની મુસાફરી કરીને શાળાએ જતા હતા. તેમણે તેમના પિતા સાથે દુકાન પર ચા પણ વેચી હતી. પરંતુ તેમણે ક્યારેય હાર ન માની. અમે વાત કરી રહ્યા છીએ IAS ઓફિસર હિમાંશુ ગુપ્તાની.

ખૂબ જ ગરીબીમાં પસાર કર્યું બાળપણ
ઉત્તરાખંડના હિમાંશુ ગુપ્તા વર્ષ 2020માં IAS બન્યા હતા. યુપીએસસીમાં તેમનો ઓલ ઈન્ડિયા 139મો રેન્ક હતો. તેઓ મૂળ સિતારગંજના રહેવાસી છે. તેમના પિતા ચાની દુકાન ચલાવતા હતા. જેના પર હિમાંશુ પણ ઘણીવાર બેસતા હતા. અહીં તેઓ અખબારો પણ વાંચતો હતા. ધીરે ધીરે તેમની રુઝાન પણ IAS-IPS બનવા તરફ ગઈ. તેઓ ઘરથી 35 કિલોમીટર દૂર અભ્યાસ કરવા જતા હતા. આ રીતે તેમને દરરોજ 70 કિમીની મુસાફરી કરવી પડતી હતી. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમનું બાળપણ સામાન્ય બાળકો કરતા સાવ અલગ જ હતું અને તેમણે તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં પસાર કર્યું હતું.
Ad.
2006માં સિરૌલી રહેવા ચાલ્યો ગયો હતો પરિવાર
હિમાંશુ ગુપ્તાએ મીડિયાને કહ્યું હતું કે, 'મેં મારા પિતાને બહુ જોયા નહોતા, કારણ કે તેઓ અલગ-અલગ જગ્યાએ નોકરી શોધવાનો પ્રયાસ કરતા હતા. તે અમારા માટે આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલ હતું અને આ પણ એક કારણ હતું કે મારો પરિવાર બરેલીના શિવપુરીમાં રહેવા ગયો, જ્યાં મારા નાના-નાની રહેતા હતા. મને ત્યાંની સ્થાનિક સરકારી શાળામાં પ્રવેશ મળ્યો.' 2006માં હિમાંશુ ગુપ્તાનો પરિવાર બરેલી જિલ્લાના સિરૌલીમાં રહેવા ચાલ્યો ગયો, જ્યાં તેમના પિતાએ ચાની કીટલી શરૂ કરી. હિમાંશુ ગુપ્તા કહે છે, 'હજુ પણ મારા પિતા એ જ દુકાન ચલાવે છે.'
Ad..
દરરોજ 70 કિમીની કરતા હતા મુસાફરી
બરેલીના સિરૌલી ગયા પછી પણ હિમાંશુ ગુપ્તાની મુશ્કેલીઓ ઓછી નહોતી થઈ, કારણ કે અહીં શાળાએ જવા માટે તેમને દરરોજ 70 કિલોમીટરની યાત્રા કરવી પડતી હતી. હિમાંશુ ગુપ્તાનું કહેવું છે કે, 'નજીકની અંગ્રેજી માધ્યમની શાળા 35 કિમી દૂર હતી અને તેઓ દરરોજ 70 કિમીની મુસાફરી કરતા હતા.
Ad.

ત્રણ વખત ક્લિયર કરી UPSC પરીક્ષા
શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી હિમાંશુ ગુપ્તાએ દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ફી ભરવા માટે તેઓ ટ્યુશન કરવાતા હતા અને બ્લોગ પણ લખતા હતા. હિમાંશુ ગુપ્તાએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં પાસ થવા માટે ત્રણ વખત પ્રયાસ કર્યા. પ્રથમ પ્રયાસમાં તેઓ 2018માં સિવિલ સર્વિસ માટે ક્વોલિફાય થયા પરંતુ માત્ર IRTS માટે જ તેમની પસંદગી થઈ. તેમણે તેમની તૈયારી ચાલુ રાખી અને 2019ની UPSC પરીક્ષામાં IPS બની ગયા. તેમણે હજુ પણ હાર ન માની અને 2020માં ત્રીજી વખત પરીક્ષા આપી અને તેમણે ભારતીય વહીવટી સેવાઓ (IAS)ની પરીક્ષા પાસ કરી લીધી.

Ads Right Header

Buy template blogger

Mega Menu

Populart Categoris

About Us

Newspaper Blogspot Theme is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.

Contact us: contact@gmail.com

LifeStyle News

View all

Sport News

View all

Copyright Footer

© 2023 24 INDIA, All Rights Reserved

Header Ads

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

24 INDIA

Video News

View all

Stay Conneted

14,629 FansLike
1,381FollowersFollow
10,126SubscribersSubscribe