નરોડા ખાતે જનતા સેનાના હોદ્દેદારો દ્વાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
નરોડા ખાતે જનતા સેનાના હોદ્દેદારો દ્વાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ મા અતિથિ તરીકે રાત અર્ધ લશ્કર સંગઠન અને લશ્કર ના જવાન હાજર રહ્યા હતા અને વીર શહીદ ભગત સિંહ સુખદેવ અને રાજગુરુને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી જેમાં પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ,તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, બળવંતભાઈ પ્રિયદર્શી સાહેબ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી તેમજ વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , નરોડા ના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ભાટિયા સાહેબ , લશ્કર સંગઠન ના નિવૃત જવાન હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં નરોડા તેમજ આજબાજુના વિસ્તાર ના નાગરિકો પણ હાજર રહ્યા હતા.
પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન દ્વારા આજના શહીદ દિવસ નિમિતે સંદેશ પણ આપ્યો કે આજ સુધી અર્ધ લશ્કર સંગઠન ના જવાનો દેશ માટે શહીદ થયેલા છે તેમને શહીદી નો દરજ્જો પણ નથી મળેલ તો આજે ખરેખર દેશ ભગત સિંહ ને ખરા અર્થ માં શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માંગતા હોય તો અર્ધ લશ્કર ના શહીદ જવાનો ને પણ શહીદી નો દરજ્જો આપવામાં અભિયાન ને વેગવંતુ બનાવવા સહુ સાથ આપી તેની રજૂઆત આજની પૂર્ણ બહુમત સરકાર સુધી પહોંચે તે દેશ ના તમામ નાગરિક કરે તેવી હાંકલ આજના આ કાર્યક્રમ મા કરી હતી.
Ad..






