મોદી’ સમાજ વિશેની ટિપ્પણી બદલ રાહુલ ગાંધી દોષિત, બે વર્ષની કેદની સજા, કોર્ટે જામીન આપ્યા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ 2019ની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં કરેલા ભાષણ દરમિયાન મોદી અટક પર ટિપ્પણી કરી હતી. આ મામલે સુરતની કોર્ટમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પુર્ણેશ મોદીએ બદનક્ષીનો કેસ કર્યો હતો. આ મામલે સુરતની કોર્ટે દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા છે. હવે આ કેસમાં રાહુલ ગાંધીના વકીલ દ્વારા આગામી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે અને જે કલમો હેઠળ ગુનેગાર ઠેરવાયા છે તેમાં કેટલી સજા કરવામાં આવશે તે અંગે આગામી સમયમાં કોર્ટ નિર્ણય લેશે. પરંતુ કલમ જામીનપાત્રા હોવાથી તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં બે વખત હાજરી આપી ચૂક્યા છે અને આજે ત્રીજી વખત હાજર રહ્યા છે, જેમાં કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવીને રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. રાહુલ ગાંધીને કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ આગામી સમયમાં સજા અંગે કોર્ટ મહત્વનો નિર્ણય લેશે.
Ad...



