-->

ખારવેલ ગામે નવનિર્મિત લાયબ્રેરીનું સાકાર વાંચન કુટીર ૨૬ માર્ચના રવિવારે લોકાર્પણ થશે




વલસાડ જિલ્લાના ધરમપુર ના ખારવેલ ગામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈ તથા રેંમ્બો વોરિયર્સ ગૃપ ધરમપુર, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ, વલસાડના સૌજન્યથી નિર્મિત ખારવેલ ગ્રામ પંચાયત સંચાલિત લાયબ્રેરી નું લોકાર્પણ સાકાર વાંચન કુટીર  26 માર્ચ  2023 ના રવિવારે લોકાર્પણ થશે



વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગ્રામીણ વિસ્તારોની વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે 5 લાયબ્રેરીમાં હોલ, રૂમ તથા વાંચકો-વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા સાથે ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 5 લાઈબ્રેરી કાર્યરત છે.1. સાકાર વાંચન કુટીર આવધા 2.સાકાર વાંચન કુટીર નાની ઢોલ ડુંગરી 3.સાકાર વાંચન કુટીર મરઘમાળ 4. સાકાર વાંચન કુટીર કાકડવેરી 5. સાકાર વાંચન કુટીર નડગધરી


સાકાર વાંચન કુટીર ખારવેલ 26 માર્ચ  2023 ના રવિવારે લોકાર્પણ થશે.અને સાકાર વાંચન કુટીર સારવણી 14 એપ્રિલ 2023 ના શુક્રવારે લોકાર્પણ થશે.





સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતાના સહયોગ અને રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુર, આવધા પ્રાથમિક શાળાના શિક્ષક શંકરભાઈ પટેલના અથાગ પ્રયત્નો કરી શિક્ષણથી વંચિત એવા આદિવાસી ક્ષેત્રમાં લાયબ્રેરી આગળ ચાલીને ન માત્ર પુસ્તક આદાનપ્રદાન બલ્કે શિક્ષણ, કોમ્યુટર શિક્ષણ, રોજગાર પ્રકલ્પ વ્યવસાય એક નમૂનેદાર સંસ્થાનની ઓળખ ઉભી કરી છે. એટલુંજ નહીં આવી આ એકમાત્ર સંસ્થા વલસાડ જિલ્લામાં  છે જે આદિવાસી ક્ષેત્રમાં આનંદ અને ગૌરવની વાત છે. લાયબ્રેરીના પ્રકલ્પો અંગે રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુરના શંકરભાઇ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે લાયબ્રેરીમાં પટાવાળા થી કલેક્ટર બનવા માટેનું  સાહિત્ય લાઈ બ્રેરી માં ઉપલબ્ધ  છે.યુવકો અત્રે વાચન કરીને ઉચ્ચ પદ પર નોકરી મેળવી શક્યા છે.


ધરમપુર ગુજરાતનું પ્રાચીન રાજનગર હતું. ત્યારથી શ્રી અને સરસ્વતીનું ધામ કહેવાય છે.મ્યુઝિયમ, વિજ્ઞાન કેન્દ્ર, લાયબ્રેરી આવેલી છે.. સાકાર વાંચન કુટીર આવધા,નાનીઢોલ ડુંગરી,મરઘમાળ, કાકડવેરી, નડગધરી વિદ્યાર્થીઓ દ્વારા જ તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.લાયબ્રેરીમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાહિત્ય, નવલકથાઓ, નવલિકાઓ, સંદર્ભ ગ્રંથો, બાળ સાહિત્ય  ઉપરાંત વિધાર્થીઓના અભ્યાસ માટેના વિવિધ કક્ષાના  પુસ્તકો વાંચકો  લાભ લઇ રહ્યા છે.મહિલા અને બાળકોને તદ્દન મફત પુસ્તકો વાંચવા માટે આપવામાં આવે છે.અલગ વિભાગ પણ બનાવેલ છે.જેમાં વિધાર્થીઓ એ વાંચનનો લાભ લીધો છે. વિદ્યાર્થીઓ સરકારની વિવિધ જગ્યાઓ ઉપર નોકરીમાં સેવા આપી રહ્યા છે.

Ads Right Header

Buy template blogger

Mega Menu

Populart Categoris

About Us

Newspaper Blogspot Theme is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.

Contact us: contact@gmail.com

LifeStyle News

View all

Sport News

View all

Copyright Footer

© 2023 24 INDIA, All Rights Reserved

Header Ads

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

24 INDIA

Video News

View all

Stay Conneted

14,629 FansLike
1,381FollowersFollow
10,126SubscribersSubscribe