ધરમપુરમાં વર્ષ 1990માં સ્થાપિત શ્રી સાઇનાથ હોસ્પિટલને સફળતાપૂર્વક પૂર્ણ થયેલા 33 વર્ષ
દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રમાં વલસાડના ધરમપુરમાં વર્ષ 1990માં ડૉ ધીરુભાઈ પટેલના હસ્તે સ્થાપિત શ્રી સાઇનાથ હોસ્પિટલને સફળતા પૂર્વક પૂર્ણ થયેલા 33 વર્ષને લઈ ડૉ. ધીરુભાઈ પટેલ નું પરિવાર સૌ ગર્વ સાથે અનહદ ખુશી અનુભવી રહ્યા છે.
ડાંગ,વાંસદા,ધરમપુર, કપરાડા, ચીખલી તથા સેલવાસ સુધીના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં સેવાની ભાવના સાથે 33 વર્ષ અગાઉ શરૂ થયેલી 15 જનરલ બેડની હોસ્પિટલ ત્રણ દાયકામાં બીજા 70 બેડની સુવિધા સાથેની અદ્યતન હોસ્પિટલ બિલ્ડીંગ હજારો આદિવાસી સમાજના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. સાથે આપની આ તબીબી યાત્રામાં લાખો દર્દીની તપાસ વિવિધ અસંખ્ય ઓપરેશન,પ્રસૂતિ,ઇજા,બાળરોગ અને વિશેષ મહત્વનું સર્પદંશ સારવારમાં હજારોને નવજીવન મળ્યું છે.
પરિવારજનો લાગણીઓ અનુભવી રહ્યા છે કે ડૉ. ધીરુભાઈ પટેલની નિષ્ઠા, સમર્પણ,અથાગ પરિશ્રમ, વિશ્વાસ ઉજાગર કરે છે. પરિવારના સભ્ય હોવાનો ગર્વ છે.સાજા થયેલા હજારો ગરીબ તથા તમામ દર્દીઓની પ્રાર્થના તમારી સાથે છે. મુખ્યમંત્રી,મહામહિમ રાજ્યપાલ,રાજ્યના કેબિનેટ મંત્રી હસ્તે સન્માન, IMA (indian medical association) ના રાજ્ય કક્ષાના સન્માન,લિમ્કા બુક ઓફ રેકોર્ડ સહિતના અનેક સન્માન-ચંદ્રકો આપના સેવાયજ્ઞની નોંધરૂપ બન્યા છે. આપણા અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં સર્પદંશના બનાવ ના 18000 થી વધુ દર્દી ને ૯૯.૯૯%થી વધુ સફળતા આંક સાથે સર્પદંશ ની સારવાર , અને સર્પદંશ અટકાવવા વર્ષોથી આપના દ્વાર ચાલી રહેલા સર્પદંશ ઉજાગર અભિયાન, સર્પદંશમાં ઝીરો ડેથ રેટ માટે લાંબા સમયના પ્રયાસો તથા સંશોધન તેમજ સરકારમાં રજુઆતથી ધરમપુરમાં WHO ગાઈડલાઈનનું દેશનું એક માત્ર સર્પ સંશોધન સંસ્થાન આપના અથાગ પ્રયત્નોથી રાષ્ટ્ર માટે આયોજન થયું છે જેના માટે સૌને આપના ઉપર ગર્વ છે. "તબીબી, સામાજિક, રાજકીય તથા કૌટુંબિક તમામ ક્ષેત્રે" આપનું સમન્વય અમને એક પ્રેરણા આપી રહ્યું છે. સૂત્ર સેવાના ધ્યેય સાથે સારવારને અમે જીવનમંત્ર બનાવ્યું છે. "કુટુંબ સમાજ વિસ્તાર અને રાષ્ટ્ર ના"પ્રેરણાસ્ત્રોત અમને તમારા ઉપર ગર્વ છે અને આપના આ ધેયને અમે વિશ્વાસ અને ખંત થી અવિરતપણે ચાલુ રાખીશું.









