વાપીમાં માં રામનવમીની ઉજવણી:શ્રી રામની ભવ્ય શોભાયાત્રામાં જય જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું; ભાવિક ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો
By : Priti rajpal
વાપીમાં શ્રીરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. વિવિધ હિન્દૂ સંગઠનો, શહેરના યુવક મંડળો તેમજ સામાજિક સંગઠનો જોડાયા હતા.
પારંપરિક ઢોલ નગારા ઉપરાંત ડીજેના જે ટાઇપ ઉદ્યોગ વિસ્તાર માંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રણછોડ નગર ખાતે શાંતિથી પૂર્ણ થઈ હતી.
વાપીમાં સમસ્ત હિન્દુ સંગઠન તેમજ વિવિધ સંગઠનો અને સમાજ દ્વારા શ્રી રામનવમી ઉત્સવ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરાયું
દેશભરમાં આજે રામનવમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ રામનવમીની શ્રધ્ધાસભર ઉજવણી કરવામાં આવી છે. રામનવમીના પાવન અવસરે આજે મંદિરને પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.
વાપીમાં સમસ્ત હિન્દુ સંગઠન તેમજ વિવિધ સંગઠનો અને શ્રી રામનવમી ઉત્સવ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં 10 હજારથી વધુ લોકો જોડાયા હતાં. વિવિધ સમાજ અને સંગઠનો દ્રારા પોતાની સંસ્કૃતિની ઝાંખી અને કરતબો બતાવ્યા હતાં. વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા ઠેરઠેર છાશ, સરબત અને પાણી વિતરણ કરાયું હતું.તમામ માર્ગો સ્વયંભુ કેસરિયા ધજા પતાકાથી સુશોભિત થયા હતા. વાહનો પર ભગવાન રામના પ્રતીક વાળી ધજા કેસરિયા ખેસ અને સમસ્ત હિન્દૂ સંગઠનો સીતામાતા, લક્ષ્મણ, હનુમાનનાં વેશભૂષા ધારણ કરી શ્રીરામની શોભાયાત્રામાં જોડાયા હતાં.જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.આમ વાપીમાં શ્રી રામનવમી નિમિતે ઠેરઠેર વાજતે ગાજતે શોભાયાત્રા શ્રીરામનાં નાદથી નીકળી હતી.તેના કારણે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું.આમ વાપીમાં શ્રી રામનવમી ઉત્સવ નિમિતે શોભાયાત્રામાં હજારો લોકો જોડાયા હતાં.
Ad...
.





