વાંસદા નેશનલ પાર્કના આર.એફ.ઓનું હૃદયરોગનો હુમલો આવતા મોત વન વિભાગમાં શોકનો માહોલ
વાંસદા નેશનલ પાર્કના આર.એફ.ઓ સુનીલ દેસાઈને
હૃદયરોગનો હુમલો આવતા મોત વન વિભાગમાં શોકનો માહોલ
ડાંગ જિલ્લાના દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્કના આર.એફ.ઓ સુનીલ દેસાઈ ઘરેથી વઘઇ ઓફીસ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો.
સુનીલ દેસાઈ ઓફીસ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન પોતાના ઘર નજીક જ હૃદય રોગનો હુમલો આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાંજ તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. 35 વર્ષીય યુવા અધિકારીના હૃદયરોગના હુમલાની ખબર મળતાં જ ડાંગ જિલ્લાના વન વિભાગમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે યુવા આર.એફ.ઓનું અકાળે અવસાન થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.



