-->

વાપી નાનાપોઢા ધરમપુર ખાનપુર નેશનલ હાઇવે પર તંત્રએ લાખ્ખો રૂપિયાના ખર્ચે થિંગડા માર્યા હતા આજે પણ ખાડાનું સામ્રાજ્ય યથાવત કેમ ?



વલસાડ જિલ્લાના મુખ્યત્વે નેશનલ હાઇવે 56 પર દર વર્ષે ચોમાસામાં વાપી થી ખાનપુર સુધી વાપી-શામળાજી હાઇવે 848 નાનાપોઢા થી કપરાડા પર જોગવેલ કુંભઘાટ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થાય છે. હાલમાં પણ ચોમાસા પછી જે પણ ખાડા પડયા હતા એમાં ફકત થીંગડા મારવામાં આવીયા હતા.
ગુજરાત માંથી અન્ય રાજ્યો સાથે ઉદ્યોગ સાથે વાહનવ્યવહાર સતત 24 કલાક વાહન વ્યવહારથી ધમધમતો આ હાઇવે પર દર વર્ષે પડતા મસમોટા ખાડાઓને કારણે અનેક અકસ્માતો થતા હોય છે.


જોગવેલ માંડવા કુંભઘાટ માં કાયમી અકસ્માત ની ઘટના બને છે. છતાં પણ હાઇવે ઓથોરિટીની ઊંઘ ઊડતી નહીં હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. હાલે પણ અનેક અકસ્માત થઈ રહ્યા છે.ચોમાસું પછી સ્થાનિક લોકોનો વિરોધ બાદ હાઇવે ઓથોરિટી દ્વારા અમુક ખાડાઓ પુરી સંતોષ માન્યો હતો. જોકે મોટાભાગના ખાડાઓ જૈસેથેની સ્થિતિમાં હતા. આજે પણ એજ પરિસ્થિતિમાં છે.
ચોમાસું બાદ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડા પુરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. પણ કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાયુક્ત મટિરિયલ થિંગડા મારેલા ખાડાઓ પુનઃજીવિત થયા હતા અને ફરી એકવાર વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખાડાઓને કારણે વાપી થી મોટપોઢા નાનાપોઢા ધરમપુર ખાનપુર સુધીમાં અંતર કાપવામાં વાહનચાલકોને માથાનો દુ:ખાવા સમાન લાગી રહ્યું છે. 


હાઇવે તંત્ર દ્વારા ગુણવત્તાયુક્ત મટિરિયલ વાપરી ટકાઉ રસ્તા બનાવી દર વર્ષે પડતી સમસ્યાનું કાયમી નિરાકરણ કેમ કરાતું નથી ? 

ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરીના નામે માત્ર રિકાર્પેટિંગ તેમજ રસ્તાઓ પર થિંગડા મારી કરોડોનો ખર્ચ શા માટે કરવામાં આવી  છે. 


હાલમાં ધરમપુર મોટાપોઢા સુધીમાં અમુક જગ્યાએ કામ કરવા આવી રહ્યુ છે. પણ વહીવટી તંત્ર પાસે વર્ષોથી જ્યાં પણ ચોમાસામાં ખાડા પડે એની ચોક્કસ માહિતી નથી. જે પણ અધિકારીઓ આવે એ ઇન્ચાર્જ હોઈ છે. કાયમી જવાબદાર અધિકારી ની નિમણુંક કેમ આપવામાં આવતી નથી. એના પરથી ચોક્કસ કહી શકાય કોન્ટ્રાક્ટરની મનમાની હોઈ શકે છે.અકસ્માત ની ઘટના બનતી હોય ત્યારે પોલીસ દ્વારા અકસ્માત સર્જાયો હોઈતો જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે એ જરૂરી છે. કોન્ટ્રાક્ટર ને બ્લેક લીસ્ટ માં નાખવા જોઈએ એવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે.

વાપી થી ખાનપુર સુધી અનેક જગ્યાએ ખાડાઓ પડતા અનેક વાહનચાલકો પટકાઈ રહ્યા છે.  રસ્તા બાબતે નેશનલ હાઇવે તંત્ર કાયમી નિરાકરણ કરવામાં વામળા પુરવાર થઇ રહ્યાં છે. ખાડાઓને કારણે અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે તેમજ સમયનો બગાડ તેમજ વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. જેથી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ કરવામાં આવે એ જરૂરી છે. વાપી-ખાનપુર હાઇવે પર દર વર્ષે ચોમાસામાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થાય છે. દર વર્ષે આ સમસ્યા ઉભી થાય છે,  સરકાર અને હાઇવે ઓથોરિટી પાસે આ બાબતે કાયમી નિરાકરણનું કોઈ આયોજન નથી. જેથી માટે થીંગડા મારી કરોડો રૂપિયા વેડફી રહ્યાં છે.

Ad.





Ads Right Header

Buy template blogger

Mega Menu

Populart Categoris

About Us

Newspaper Blogspot Theme is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.

Contact us: contact@gmail.com

LifeStyle News

View all

Sport News

View all

Copyright Footer

© 2023 24 INDIA, All Rights Reserved

Header Ads

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

24 INDIA

Video News

View all

Stay Conneted

14,629 FansLike
1,381FollowersFollow
10,126SubscribersSubscribe