-->

વલસાડ જિલ્લામાં બાગાયતી પાકમાં થયેલા વ્યાપક નુકશાનનો સર્વે કરાવી વળતર ચૂકવવા ખેડૂતો અને ધારાસભ્યો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી

 

વલસાડ જિલ્લામાં બાગાયતી પાકો ની ખેતી કરતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે પારાવાર નુકશાન થયું છે, માવઠા સાથે ભારે પવન ફૂંકાવાના કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાતાં બાગાયતી પાક ખરી પડતાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. જેના પગલે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં બાગાયતી પાકોમાં મુખ્યત્વે કેરી પાકને નાના અને સિમાન ખેડુતોને  થયેલા નુકસાન માટે વળતર  માટે જીતુભાઇ એચ. ચૌધરી ધારાસભ્ય ૧૮૧ - કપરાડા વિધાનસભા પૂર્વ રાજ્યકક્ષા મંત્રીશ્રી,કલ્પસર, મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો),નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગાંધીનગર વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા

શ્રી રાઘવજીભાઇ પટેલ મંત્રીશ્રી, કૃષિ, સ્વર્ણિમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર લેખિત આપવામાં આવ્યું છે.

ભગુભાઇ બી. પટેલ, પ્રમુખશ્રી, ગુજરાત ખેડુત સમાજ સંયોજિત શ્રી વલસાડ વિભાગ ખેડુત સમાજ, વલસાડ દ્વારા જિલ્લા કલેકટરશ્રીને ઉદ્દેશી કરાયેલ રજૂઆત આ સાથે સામેલ કરવામાં આવેલ છે.રજૂઆત મુજબ વલસાડ જિલ્લાના ટ્રાયબલ પોકેટસમાં અને પેસા એકટ હેઠળ પણ આવે છે. સામાન્ય રીતે બાગાયતી વિસ્તાર છે અને દમણ-ગંગા, કાંકરાપાર, ઉકાઇ સિંચાઇ યોજના હેઠળ આવરી લેવાયેલ છે, બાગાયતી પાકોમાં મુખ્યત્વે કેરી પાકનો ૪૫,૦૦૦ હેકટર જેટલો વિસ્તાર આવેલ છે.


નાના અને સિમાન ખેડુતોની વસ્તી મુખ્ય છે અને તેઓ કેરી પાકની ખેતી ઉપર નિર્ભર છે. આ પાકની સફળતા નિષ્ફળતાનો આધાર સામાન્ય રીતે કુદરતી વાતાવરણ પર નભે છે.કેરી પાકએ બાગાયતી પાક છે જેની ફલાવરીંગ ભર શિયાળે થાય છે અને એના ફળનું પરિણામ ભર ઉનાળે જોવા મળે છે. ચાલુ વર્ષમાં ફલાવરીંગ સારા પ્રમાણમાં થયું પણ કેરી સારી આવી પરંતુ વાતાવરણ પલટાના કારણે તેમજ વરસાદી માહોલને કારણે નાની નાની બાજેલી કેરી નીચે પડી રહી છે. ઠંડી અને ગરમીના અસમતોલપણાને કારણે કેરીમાં આવેલ મોરની અંદર જ બીજા મોરની શરૂઆત થઇ એટલે આગળ જે કેરીનું જે બેસાણ હતું તે ખરી પડવા અને નવું ફ્લાવરીંગ થયું તેમાં કણીઓ બાજી જવાથી પાક નિષ્ફળ જવાની પુરેપુરી શક્યતા છે.જે અંગે સ્થળ નિરક્ષણ કરી વલસાડ જિલ્લાના બાગાયતી અધિકારી વિગતો મંગાવી નુકશાન થયેલ ખેડુતનો સહાય આપવા આગ્રહ ભરી વિનંતી કરવામાં આવી છે.

Ads Right Header

Buy template blogger

Mega Menu

Populart Categoris

About Us

Newspaper Blogspot Theme is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.

Contact us: contact@gmail.com

LifeStyle News

View all

Sport News

View all

Copyright Footer

© 2023 24 INDIA, All Rights Reserved

Header Ads

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

24 INDIA

Video News

View all

Stay Conneted

14,629 FansLike
1,381FollowersFollow
10,126SubscribersSubscribe