વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના નારી શકતી વંદન અધિનિયમ - ૨૦૨૩ નું વલસાડ જિલ્લા ભારતીય જનતા ના પ્રમુખના અધ્યક્ષ સ્થાને મહિલા મોરચા દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વેચી સ્વાગત કરાયું
દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદજી ના નેતૃત્વ માં કાર્યરત કેન્દ્ર સરકાર દ્રારા દેશની બહેનો માટે ઐતિહાસિક મહિલા આરક્ષણ બીલ મંજુર કરી દેશની બહેનોને લોકસભા,વિધાનસભા માં ૩૩% મહિલા અનામતની અમુલ્ય ભેટ આપી છે જેને વધાવી લેવા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પેજ કમિટી ના પ્રણેતા આદરણીય શ્રી સી.આર.પાટીલજી ,પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપપ્રમુખ અને વલસાડ જિલ્લા ના પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલજી ની સૂચના ના માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લા મહિલા મોરચા ના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન પટેલ ની આગેવાની હેઠળ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી નારી શકતી અધિનિયમ - ૨૦૨૩ નું સ્વાગત કરવામાં આવ્યું હતું
આ તબક્કે વલસાડ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, જીલ્લા ભાજપ ના મહામંત્રીશ્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતિ બ્રીજનાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, જીલ્લા મહિલા મોરચા ના મહામંત્રી શ્રીમત