ચોમાસાના આગમનને લઈને દેખાયા મોટા સંકેત, ગુજરાતના વાતાવરણમાં થઈ મોટી હલચલ
ભારત એવો દેશ છે જ્યાં ચોમાસાના વરતારા કાઢવામાં આવે છે. અહીં દેશી પારંપરિક પદ્ધતિઓ સચોટ અનુમાન આપે છે. પવનની ગતિ અને વિવિધ નક્ષત્રોના આધારે વરસાદના વરતારા કાઢવામાં આવે છે. આવા અનેક એક્સપર્ટસ આપણા દેશમાં છે. ત્યારે હવે કાળઝાળ ગરમીમાં ચોમાસાની કાગડોળે રાહ જોવાઈ રહી છે. આવામાં ખુશીની સમાચાર એ છે કે, નૈઋત્ય ચોમાસાની ગતિવિધિ તેજ બની છે.તેથી હેવ ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે.
ચોમાસા માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, રોહિણી નક્ષત્ર પરથી આપ્યા વરસાદના સંકેત
સૌથી સારા સમાચાર એ છે કે, આંદામાન નિકોબારમાં ચોમાસું બેસી ગયું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ સમયસર ચોમાસું બેસી જાય તેવી મજબૂત સ્થિતિ દેખાઈ રહી છે. બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધશે. આ એટલા માટે કહી શકાય કે, ચોમાસાના આગમન પહેલા આંદામાન નિકોબારમાં ચોમાસું આવી જતુ હોય છે, જે આવી ગયુ છે. તેના બાદ કેરળમાં 1 જૂનથી વરાસાદ શરૂ થાય છે.


