કપરાડા પ્રાથમિક શાળા ખાતે નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલાના અધ્યક્ષપણા હેઠળ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું.
આજ રોજ કપરાડા પ્રાથમિક શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ તાલુકા પંચાયત કપરાડાના નવનિયુક્ત પ્રમુખ હીરાબેન પી માહલાના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો હતો. પ્રદર્શનનું ઉદઘાટન ગુલાબભાઈ રાઉત જિલ્લા પંચાયતના સદસ્યશ્રીએ કર્યું હતું. બપોરે 12:00 કલાકે સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમગ્ર પ્રદર્શન બાળકો, શિક્ષકો અને આમજનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું
'સમાજ માટે વિજ્ઞાન' થીમ આધારિત તાલુકાના પ્રદર્શનમાં પાંચ અલગ અલગ વિભાગમાં 50 જેટલી કૃતિઓ મૂકવામાં આવી હતી. જેમાં બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકોની મહેનત અને વૈજ્ઞાનિક વિચારોની ઝાંખી જણાઈ આવતી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપનમાં લાયઝન અધિકારી રાઉત, BRC સંજયભાઈ, CRC તમામ, કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ,કપરાડા પ્રાથમિક શાળાના આચાર્ય તથા કેન્દ્રનાં શિક્ષકો, કેન્દ્ર શિક્ષકો તથા વિવિધ સમિતિના કન્વીનરશ્રીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બાળ પ્રદર્શનમાં કપરાડા ગ્રામ પંચાયત સરપંચશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના ,વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, શૈક્ષિક સંઘનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન જોવા મળ્યું હતું. વિવિધ સમિતિઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં ઉપસ્થિત સૌ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.